"People say that they understand what I say and I am simple. I am not simple, I am clear"
ભારતને સ્વરાજ્ય શબ્દ સર્વપ્રથમ સ્વામી દયાનંદે આપ્યો. મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતી ભારતના પ્રથમ મહાક્રાંતિકારી સમાજ સુધારક હતા, સ્વામી દયાનંદ લોખંડી પુરુષ હતા એમ કહી શકાય. દયાનંદ સરસ્વતી એક દાર્શનિક તેમજ ધાર્મિક અને સામાજિક ચિંતક હતા અને વેદો તરફ પાછા વળો તેવી તેમની ઉત્કટ (તીવ્ર) ધાર્મિક ભાવના હતી. સ્વામી દયાનંદ સરસ્વતી સંસ્કૃતના પ્રખર પંડિત હતા. દયાનંદ સરસ્વતી એક સંન્યાસી અને મહાન ચિંતક હતા. તેમનો સ્વરાજનો નારો તેમના પછી લોકમાન્ય તિલકે આગળ વધાર્યો. તેમણે વેદોને સૌથી વિશ્વશનીય બતાવ્યા હતા.
જીવન
ક્રાંતિકારી સમાજસુધારક મહર્ષિ દયાનંદનો જન્મ મહા વદ દસમ, 12 ફેબ્રુઆરી 1824ના રોજ કાઠિયાવાડના મોરબી પાસેના ટંકારા ગામ ગુજરાતના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. દયાનંદ સરસ્વતીનું મૂળ નામ મુળશંકર તિવારી હતું. તેમના પિતાનું નામ અંબાશંકર તિવારી (કરશનજી ત્રિવેદી) અને માતાનું નામ અમૃતબાઈ હતું. દયાનંદ સરસ્વતી બાલ્યકાળમાં શંકર ભગવાનના ભક્ત હતા. તેમના કાકાએ તેમને વેદો નું શિક્ષણ આપ્યું હતું.
જિંદગીનો વૈરાગ્ય
એક શિવરાત્રિએ પિતા મૂળશંકરને ( દયાનંદ સરસ્વતી) લઇને પૂજા કરવા માટે શિવમંદિરે લઇ ગયા. આખી રાત શિવપૂજા કરી, લાડુ ભોગ ચડાવ્યો. નિર્ભર થઇને શિવમંદિરમાં લિંગની સામે બેસી ગયાં જ્યારે તેમણે જોયું કે ક્યાંથી ઉંદર આવ્યો અને શિવલિંગ ઉપર ચડાવેલો પ્રસાદ ખાઇ ગયો. આ દ્રશ્ય જોઇને મૂળશંકરને મૂર્તિપૂજાનો મોહભંગ થઇ ગયો. ચૌદ વર્ષથી વયે તેમણે લાગ્યું કે સર્વશક્તિમાન ઈશ્વરને પોતાનું જ રક્ષણ કરવાની અસહાયતા નિહાળી આ દ્રશ્ય જોઈને તેમના જીવનમાં પરિવર્તન આવ્યું. મૂર્તિપૂજા અને કર્મકાંડમાં તેમને અવિશ્વાસ ઉભો થયો. એમને દુ:ખ થયું અને વૈરાગ્ય જાગ્યો. તેમણે મૂર્તિપૂજાને વ્યર્થ બતાવી. નિરાકાર અને ઓમકારમાં જ ભગવાનનું અસ્તિત્વ છે.
ઘટના
બહેનના 14 વર્ષની વયે અને એ પછી કાકાના નિધન પ્રસંગે તેમને હચમચાવી નાખ્યા, આ બનાવ તેમને વિચારવા મજબૂર કર્યો કે મૃત્યુ કોઈને મુક્તુ નથી. તેમના માતાપિતાએ તેમના લગ્ન કરવાનું નક્કી કર્યું, પરંતુ એક દિવસ મૂળશંકર સાચા શિવ ની શોધમા અને સત્યની ખોજમાં ઘરેથી નીકળી ગયા. સંસારની ભૌતિકતાથી દૂર ચાલતાં ચાલતાં નર્મદા નદી પર આવ્યા. પરમહંસ પરમાનંદજી પાસે વેદાન્તનો અભ્યાસ કર્યો. 1845 થી 1860 સુધીના લગભગ 15 વર્ષ દરમિયાન જ્ઞાન અને મુક્તિની શોધ માટે તેમણે આખા દેશમાં પ્રવાસ કર્યો.
સ્વામી દયાનંદ સરસ્વતીના ગુરુ
ગુરુની ખોજમાં ગુજરાત છોડીને કાશી ચાલ્યા ગયા. એના પછી દૃઢ મનોબળની સાથે હિમાલયમાં તપસ્યા કરી. ત્યાં તેમને આત્મજ્ઞાન મળી ગયું. વર્ષોની તપસ્યા પછી મહર્ષિ દયાનંદ સરસ્વતી દિવ્ય ચેતનાના સ્વામી બની ગયા. દ્વારકા સંઘમાં સામેલ થઈ ગયા. સાચા પૂર્ણજ્ઞાની ગુરુની શોધ કરતા તેમને 36 વર્ષની ઉંમરે મથુરામાં રહેતા વયોવૃદ્ધ પ્રજ્ઞાચક્ષુ( અંધ ) , વૈદિક જ્ઞાનસમ્રાટ સ્વામી વિરજાનંદજી ગુરુ (દંડી સ્વામી) પાસેથી સંપૂર્ણ વૈદોક્ત જ્ઞાન પ્રાપ્ત કર્યું. ગુરુ વિરજાનંદજી પણ મૂળશંકરના વિવેકથી પ્રસન્ન થયા અને દીક્ષા આપી દયાનંદ સરસ્વતી નામ આપ્યું. ફકત એક વર્ષમાં ધર્મશાસ્ત્રનું અઘ્યન કર્યું. છેવટે વિદાય વેળાએ ગુરુ વિરજાનંદજીએ ગુરુદક્ષિણા માગતા કહ્યું, દયાનંદ, સંસારને વેદોથી શિક્ષિત કરો અને મનુષ્યોમાં જ્ઞાનની જ્યોતિ ફેલાવો. મારે આ ગુરુદક્ષિણા જોઈએ છે. ગુરુની આજ્ઞા શિરોધાર્ય ( સ્વીકાર્ય ) કરીને સ્વામી દયાનંદએ પોતાનું જીવન આજ કાર્યમા લગાવી દીધું. સંસ્કૃતિની લુપ્ત થયેલી પ્રતિષ્ઠાની પુનઃ સ્થાપના કરવા માટે તેમણે જીવનભર પ્રયાસો કર્યા. એમના મનમાં વ્યથા હતી કે દેશની સંસ્કૃતિને કેમ બચાવવી. હિંદુ ઉદ્ધાર માટે એમણે કઠોર પરિશ્રમ કર્યો હતો. તેમણે બ્રહ્મોસમાજ ની સાથે કામ કરવાના પ્રયત્નો કર્યા પરંતુ તેમાં તેમને સફળતા મળી નહીં, કારણ કે બ્રહ્મોસમાજ ના સભ્યો વેદોની શ્રેષ્ઠતા અને પુનર્જન્મના સિદ્ધાંતોનો સ્વીકાર કરતા નથી.
આર્ય સમાજ
વેદોના આદર્શો ના પ્રસાર અને પ્રચાર માટે એક સંસ્થા સ્થાપવાનું નક્કી કર્યું અને તેને નામ આપ્યું આર્ય સમાજ. પહેલી આર્ય સમાજ મંદિરની સ્થાપના મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ મુંબઈમાં 10 એપ્રિલ 1875માં કરી હતી. અને પછી લાહોરમાં સ્થાપી હતી. આર્યનો અર્થ છે સુશિક્ષિત કરવું એવો થાય છે. અગાઉના ઋષિ-મુનિઓઓએ સખત સાધના, આકરી તપશ્ચર્યા અને ઊંડા અંતરધ્યાનથી અધ્યાત્મ જ્ઞાન મેળવી વૈદિક ધર્મ સ્થાપ્યો હતો, અને એ પ્રમાણેની જીવનશૈલી અપનાવી હતી. એવી જ જીવનશૈલી, પ્રણાલિકા ( રીતરિવાજ) અને નિયમોનું જીવનમાં આચરણ (વર્તન) કરતા લોકોનો સમૂહ વર્ગ એ છે આર્ય સમાજ. આર્ય સમાજનો મુખ્ય ઉદ્દેશ વિશ્વનું ભલું કરવું છે, એટલે કે, દરેકના શારીરિક, આધ્યાત્મિક અને સામાજિક સારા ગુણને પ્રોત્સાહન આપવું. સ્વામી દયાનંદ સરસ્વતી વેદને સર્વોચ્ચ માનતા હતા. અને વેદના પુરાવા આપીને તેમણે સમાજમાં કુરિવાજોનો ઘણો વિરોધ કર્યો. તેમણે બતાવ્યું કે વેદોમાં માત્ર ધર્મના જ વિચારો ન હતા પરંતુ તેમાં વિજ્ઞાન વિષે પણ વિચારો પડેલા હતા. દયાનંદ પંજાબ ગયા ત્યાં તેમણે પોતાના વિચારો ફેલાવ્યા. તેમણે ઋગ્વેદાદિ ભાષ્ય, વેદભાષ્ય અને સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથો લખ્યા. તેમને માનતા કે ઈશ્વર એક છે, એ જ સત્ય ને વિધાનું મૂળ સ્રોત છે. તેમના મત મુજબ જો ગંગા નહાવાથી, માથે મુંડન કરાવવાથી અને શરીર પર ભભૂત ચોળવાથી જ જો સ્વર્ગ મળતું હોય તો માછલી, ભેંસ અને ગધેડો સ્વર્ગના પહેલા અધિકારી બને. આર્ય સમાજના કાર્યો ભારત દેશને પરદેશી રાજ્યશાસન, રાજ્યકર્તાઓની સત્તામાંથી મુક્ત કરવા અને સ્વતંત્ર કરાવવા અને ભારતની રાષ્ટ્રીય ભાષા હિન્દી રાખવી સમર્થન, પુત્ર પુત્રીઓને કેળવણી માટે સમાન તક આપવી, અછૂત સમાજના લોકોને સમર્થન, સતી પ્રથા, બાળવિવાહ, ગૌવધ, આભડછેટ, વગેરે પર વિરોધ, વિધવા થયેલી સ્ત્રીઓને ફરીથી બીજા લગ્ન કરવા સમર્થન, મૂળ હિન્દુઓ કે જેમણે અન્ય ધર્મ અંગીકાર (ગ્રહણ) કર્યો હોય, અને તેમની શુદ્ધિકરણ વિધિ કરી અને ફરી હિંદુ ધર્મ અપનાવવા જોર આપતા હતા. આર્ય સમાજ પ્રાકૃતિક સમસ્યા, દુકાળ, ભૂકંપ વગેરે સ્થિતિમાં મદદ કરતી હતી. આર્ય સમાજમાં 10 સિદ્ધાંતો હતા.
સત્યાર્થ પ્રકાશ ગ્રંથ The Light Of Truth
સત્યાર્થ પ્રકાશ તેમનો સૌથી પ્રસિદ્ધ ગ્રંથ છે. આ ગ્રંથમાં તેમણે મુર્તિપૂજાનો વિરોધ, વિધવા વિવાહ સમર્થન, હરિજનોને યજ્ઞોપવીત (જનોઈ), બુરખા પ્રથાનો વિરોધ, પરજ્ઞાતીય લગ્નો, એકતાનો સંદેશ આપવો, વર્ણભેદનો વિરોધ વગેરે અંગે નવું ચિંતન પ્રગટ કર્યું. પુરોહિતો, ધર્માચાર્યો, ગુરુઓ, પૂજારીઓ અને ઉચ્ચ વર્ગના અહંકારી લોકો પોતાના સ્વાર્થ માટે અછૂત હલકી કોમ પ્રત્યે અત્યંત નિર્દય, અપમાન અને તિરસ્કારભર્યો વર્તાવ કરતા રહ્યાં. તેમણે આ ગ્રંથમાં મૂર્તિપૂજા, અવતારવાદ, તીર્થયાત્રા, શ્રાદ્ધ (પિતૃઓની તૃપ્તિ માટે શ્રદ્ધાભાવનાથી કરાતું તર્પણ (ખોબાથી આપવામાં આવતું પાણી), અંધશ્રદ્ધા અને ખોટા રિવાજોની કડક ટીકા કરી. અહિંદી ભાષા હોવા છતાં પણ આ ગ્રંથ હિંદીમાં લખ્યો હતો, જેથી કરીને લોકો તેના વિષે જાણી શકે. જ્યાં સુધી આ એક ઈશ્ર્વર , એક ધર્મ, એક પ્રજા, શિક્ષણ, સાંસ્કૃતિ, ભાષા, નીતિ, સિદ્ધાંતોને અપનાવી શું નહીં ત્યાં સુધી વિશ્વ ભરમાં મનુષ્યોમાં એકતા નહીં થાય અને ત્યા સુધી મનુષ્યો સુખી નહીં થઈ શકે.
સામાજિક વિચારો
સ્વામી દયાનંદે હિન્દુસમાજમાં દાખલ થઈ ગયેલા વહેમો, અંધશ્રદ્ધા અને અન્ય સામાજિક અનિષ્ટો (ખરાબ પરિણામ લાવનારી)ની બાબતમાં લોકોને સાવધાન કર્યો. બાળવિવાહ, બહુપત્નીત્વપ્રથા, સતીપ્રથાનો વિરોધ કર્યો સ્ત્રી શિક્ષણ આંતરજ્ઞાતીય લગ્નો અને વિધવા વિવાહના વિચારો ને સમર્થન આપ્યું. તેમણે સ્ત્રીઓને પણ પુરુષોની જેમ વેદનો અભ્યાસ કરવાની છૂટ આપી અને હિન્દુ સમાજમાં તેઓનું ગૌરવ વધાર્યું. તેમણે મનુષ્યના જન્મ પર નહીં પરંતુ તેના કર્મ ઉપર ભાર મૂક્યો, જન્મથી કોઈ મનુષ્ય હીન કે અમૂત (હલકી કોટિનું) નથી તેવો સંદેશો આપીને તેમણે માનવની સમાનતાનો આદર્શ પણ લોકો સમક્ષ રજૂ કર્યો. તેમણે શુદ્ધિ (સુધારો) આંદોલન કર્યું હતું.
શૈક્ષણિક વિચારો
તેમણે માનતા કે યોગ્ય શિક્ષણ વિના ભારતના લોકો કોઈ પણ પ્રકારની પ્રગતિ કરી શકશે નહીં તેમની દ્રષ્ટીએ કેળવણી એટલે શરીરનિર્માણ, ઈન્દ્રયોની સાધના અને બૌદ્ધિક શક્તિનો વિકાસ અને શિક્ષણ પદ્ધતિની અનિવાર્ય શરત છે. તેમણે માનતા કે સહશિક્ષણ છોકરાઓને અને છોકરીઓને ચારિત્ર્ય ઘડતર માટે અનુકૂળ નથી. સમાજમાં તેમના માટે અલગ અલગ સંસ્થાઓ હોવી જોઈએ. કારણ કે બંનેની શિક્ષણ પદ્ધતિ અને અભ્યાસના વિષયો તેઓની જરૂરીયાત પ્રમાણે ભિન્ન ભિન્ન છે.
રાજસ્થાન અને મૃત્યુ
ત્યાર પછી મહર્ષિ દયાનંદ સરસ્વતી રાજસ્થાન તરફ ગયા, જયાં ઘણા ધર્મના કાર્યક્રમો યોજયા હતા. દેશી રાજયોના રાજાઓને ધર્મ તરફ આકર્ષિત કર્યા. જોધપુરના રાજા જશવંત સિંહ પણ એનાથી પ્રભાવિત થયા અને ભોગવિલાસ અને વ્યસનથી દૂર થયા હતા. 1883 માં જોધપુરમાં તેમની સામે કાવતરું રચાયું. બન્યું એવું કે વિદેશી ઇસાઈ પાદરીઓ તથા નર્તકી નન્હીજાનના (મહારાજા જશવંત સિંહની રખાત, દયાનંદે મહારાજાને કહ્યું કે સિંહ કૂતરી સાથે કઈ રીતે બેસી શકે?, સિંહની ગુફામાં કૂતરી કેવી રીતે દાખલ થય શકે?, આવો સંગ છોડી દો. ) ષડયંત્ર કાવત્રાથી મહર્ષિ સ્વામી દયાનંદજીને તેમના રસોઈયા જગન્નાથ મારફતે ત્રણ વખત દૂધમાં ઝેર ( કાચનો ભૂકો) ભેળવીને અપાયું હતું. બે વખત તો સ્વામીજીએ યોગના પ્રયોગ દ્વારા શરીરમાંથી ઝેર કાઢી નાખ્યું, પણ ત્રીજી વાર વધુ ઝેર અપાયું હતું. તેથી સ્વામીજીના સમસ્ત શરીરમાં એ ઝેર ફૂટી નીકળ્યું. અને આસો વદ અમાસ, દિવાળીની અંધારી રાતે ઈસ્વી સન 1883, 30 ઓક્ટોબર ભારત માતાનો તેજસ્વી સિતારો હંમેશને માટે અસ્ત થઈ ગયો. સ્વામી દયાનંદ સરસ્વતી 59 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતા.
દરિયાદિલ દયાનંદજી કહ્યું, ‘જગન્નાથ! આ તેં શું કર્યું? વેદ પ્રચારનું મારું કાર્ય અધૂરું જ રહી ગયું! આ પૈસા લે અને બને તેટલો જલ્દી, તાબડતોડ અહીંથી ચાલ્યો જા નહીં તો અહીંના રાજા રાજસ્થાન અજમેરના શાસક તને મૃત્યુ દંડ આપશે.’ અસહ્ય વેદના અને અત્યંત કષ્ટદાયક સ્થિતિ છતાં મહર્ષિ દયાનંદજીને શાંતચિત્ત જોઈને ડોક્ટર લક્ષ્મીદાસે કહ્યું હતું કે ધૈર્યનો આવો ધણી આ ધરતી પર મેં આજ સુધી નથી જોયો.
સન્માન
હરિદ્વાર, આગ્રા, કાનપુર, કાશી, કોલકાતા, અલીગઢ, મથુરા, વૃંદાવન, અલ્હાબાદ (પ્રયાગરાજ), મુંબઈ દરેક જગ્યાએ એમને માનસન્માન મળ્યું. પછી પોતાનું કાર્યક્ષેત્ર ઉત્તર ભારત બનાવ્યું. આજે પણ એમનું કીર્તિમંદિર પંજાબમાં છે. તેમના સામાજિક અને શૈક્ષણિક કર્યો ઉત્તરપ્રદેશ અને પંજાબમાં વધારે લોકપ્રિય બન્યા.
અન્ય
અનેક નવયુવકો વૈદિક ધર્મમાં દિક્ષિત થઈને સ્વસંસ્કૃતિ, સ્વરાજ્યના સંઘર્ષ માટે તૈયાર થવા લાગ્યા. સ્વામી શ્રદ્ધાનંદ, પંડિત ગુરુદત્ત વિદ્યાર્થી, શ્યામજી કૃષ્ણવર્મા, પંડિત લેખ રામ, લાલા લજપતરાય, ભગતસિંહ, રામપ્રસાદ બિસ્મિલ, ચંદ્રશેખર વગેરે હતા. વિરાટ માનવ મહેરામણને સંબોધતી વેળા તેઓ સિંહ જેવી ગર્જનાથી ભાષણ કરતા ત્યારે એમ લાગતું કે તેઓ ખરેખર સિંહ છે. સ્વામી દયાનંદના અવસાન બાદ આર્યસમાજમાં બે પક્ષો પડી ગયા એક વર્ગ અંગ્રેજી શિક્ષણનું મૂલ્ય અને તેના ઉદારમતવાદ તરફ સહાનુભૂતિ ધરાવતો હતો. તેના પ્રવક્તા લાલ હંસરાજ હતા, તેમણે લાહોરમાં એગ્લો વેદિક કૉલેજ શરૂ કરી. સ્વામી શ્રદ્ધાનંદે હરિદ્વાર પાસે કાંગડી ગુરુકુળ ની સ્થાપના કરી. = ક્રોધ એ નિર્બળતાની નિશાની છે. ઇશ્વર એ પિતા સમાન અને માનવો ભાઈ સામાન છે. ભગવાન અસ્તિત્વમાં છે, બુદ્ધિશાળી અને આનંદકારક છે, તે નિરાકાર, સર્વજ્ઞ, અજાત, અનંત છે, સર્વનો માસ્ટર, સર્વવ્યાપક, અમર, નિર્ભય, શાશ્વત અને પવિત્ર, અને સર્વના નિર્માતા, તે એકલો જ પૂજા પાત્ર છે.=
Comments
Post a Comment