" Lack of education lead to lack of wisdom, Without wisdom morals were lost, Without morals progress was lost, Without development wealth was lost, Which leads to the Persecution of the lower classes, So mush has happened through lack of Education "
મહાત્મા ગાંધીજી પહેલા દેશમાં એક મહાત્મા સમાજ સુધારકે જન્મ લીધો, જેને સામાજિક કૃતીરિવાજ, સ્ત્રી પુરુષ અસમાન, જાતિવાદ, અસ્પૃશ્યતા બંધ કરવા માટે અને અશિક્ષિત અને કિશાનની સ્થિતિ સુધારવા અને સમાજમાં સ્ત્રીઓને અધિકાર આપવા માટે ઉલ્લેખનીય કામ કર્યું.
જીવન
મહાત્મા જ્યોતિરાવ ફુલેનો જન્મ 11 એપ્રિલ 1827 માં માળી જાતીમા કટગુન, સતારા, પુણેમાં થયો હતો. તેમનું પૂરું નામ મહાત્મા જ્યોતીબા ગોવિંદરાવ ફુલે હતું. તેઓ 'ફૂલે' ના નામથી વધારે જાણીતા હતા. રાવ સમાજસુધારક, લેખક, વિચારક, તત્વચિંતક, કાંતિકારી, દાર્શનિક, વિદ્વાન અને સંપાદક હતા. તેમની માતૃભાષા મરાઠી હતી. તેમણે અને તેમની પત્ની સાવિત્રિબાઈ ફુલેએ સ્ત્રીઓને શિક્ષિત કરવાની શરૂઆત કરી હતી.
તેમના પિતાનું નામ ગોવિંદરાવ અને માતાનું નામ ચિમનાબાઈ હતું. ગોવિંદરાવને બે સંતાનો હતાં, મોટા પુત્રનું નાની ઉંમરમાં અવસાન થયું હતું, રાવ નાના પુત્ર હતા. જ્યોતિ રાવની ઉંમર 9 મહિનાની હતી ત્યારે તેમના માતાનું અવસાન થયું હતું. જ્યોતિબાનો ઉછેર સગુનાબાઈ નામની સ્ત્રીએ કર્યો હતો.
તેમનો પરીવાર ઘણી પેઢીઓથી સતારાથી પુણે આવીને ફૂલોના ગજરા વેચવાનું કામ કરતો હતો. આથી ફૂલોના કામ કરતો તેમનો પરીવાર ફુલે તરીકે ઓળખાતો હતો.
જ્યોતિબા ફૂલે પ્રાથમિક શાળામાં પાયાની બાબતો શીખી લીધા પછી લોકો દ્રારા ગોવિંદરાવના કાન ભરવામાં આવવાથી અભ્યાસ અધૂરો છોડી પરિવારના વ્યવસાયમાં જોડાઈ ગયા. તથા ખેતરના કામમાં મદદ કરવા લાગ્યા.
ઇસાઇ ધર્મના એક વ્યક્તિએ ફુલેની બુદ્ધિમતા જોઈને ફુલેના વધુ અભ્યાસ માટે તેમના પિતાને સમજાવ્યા જેથી ફુલેને સ્થાનિક સ્કોટીશ મિશન હાઈસ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા. તેમણે 1847માં તેમનો અંગ્રેજી અભ્યાસ પૂર્ણ કર્યો.
લગ્ન
સામાજીક પરંપરા અનુસાર માત્ર 13 વર્ષની ઉંમરે 1840માં તેમના લગ્ન તેમની જ જ્ઞાતિની ખાંડોજી પાટિલની પુત્રી સાવિત્રીબાઈ સાથે કરવામાં આવ્યા હતાં. સાવિત્રીબાઈની ઉંમર 9 વર્ષની હતી.
ઘટના
તેઓ તેમના એક બ્રાહ્મણ મિત્રના લગ્નમાં હાજરી આપવા ગયા. ત્યાં તેના મિત્રના માતાપિતા દ્વારા ઠપકો આપવામાં આવ્યો. અને તેમનું અપમાન કરવામાં આવ્યું. તેના મિત્રના માતાપિતા દ્રારા કહેવામાં આવ્યું કે તેઓ નીચી જાતિના હોવાથી તેમણે આ સમારોહમાં આવવુ ના જોઈએ, સાથે બેસવું પણ ના જોઈએ વગેરે વગેરે કહેવામાં આવ્યું હતું. આ એક બનાવ તેમના જીવનમાં પરિવર્તન લાવનાર હતો , આ ઘટનાથી ફુલે ખૂબ જ વ્યથિત થયા અને જાતિવ્યવસ્થાના અન્યાયની તેમના પર ખૂબ ઊંડી અસર પડી. અને તેમણે દ્રઢ નિર્ણય લઈ લીધો કે હું આ જાતિવ્યવસ્થામાં પરિવર્તન લાવીશ.
આ જ વર્ષે તેમણે થોમસ પેઇનેનું પુસ્તક રાઇટ્સ ઓફ મેન ( Rights of Men ) વાંચ્યું જેનાથી પ્રભાવિત થઈને તેમનામાં સામાજીક ન્યાયની ભાવના વિકસીત થઈ. વિલિયમ જહોંસના હિન્દુ ધર્મ ઉપરના લખાણોનો તેમણે અભ્યાસ કર્યો, તેઓ પ્રચલિત હિન્દુ ધર્મ અને તેના રિવાજોના ટીકાકાર બન્યા.
સત્યશોધક સમાજ
તેમણે 24 સપ્ટેમ્બર 1873ના રોજ ખાતે સત્યશોધક સમાજ નામની સંસ્થાની સ્થાપના કરી હતી. સત્યશોધક સમાજમાં 316 સભ્યની સંખ્યા હતા. સંસ્થાનો મુખ્ય હેતુ શિક્ષણ, ખેતીવાડી, જ્ઞાતિપ્રથા, અને વિધવાઓના ઉત્થાન અને સ્ત્રીઓ, શુદ્રો, દલિતો અને જેવા શોષિત સમૂહોના અધિકારો માટે, અસ્પૃશ્યતા નિવારણનાં ક્ષેત્રોમાં સુધાર લાવવાનો હતો, સામાજિક ધાર્મિક અંધશ્રદ્ધા અને કુરિવાજોમાંથી લોકોને બહાર લાવવા અને જાગૃત કરવા વગેરે કામ કરતી હતી. સંસ્થા દ્વારા આ કામમાં તેમનું યોગદાન સફળ રહીયું. તેમનું પ્રમુખ યોગદાન સ્ત્રીઓ અને નીચી જ્ઞાતિ ધરાવતા લોકોના શિક્ષણક્ષેત્રે હતું.
સત્યશોધક સમાજે તર્કસંગત વિચારના પ્રસાર માટે અભિયાન ચલાવ્યું, તેમણે સત્યશોધક સમાજની સ્થાપના માનવતા, સુખ, એકતા, સમાનતા, લાવવા માટે, અસ્પૃશ્યતા હટાવવા માટે કરી હતી. સત્યશોધક સમાજના માધ્યમથી તેમણે મૂર્તિપૂજાનો પણ વિરોધ કર્યો હતો. સત્યશોધક સમાજમાં એક સાથે જમવાનું, એક જગ્યાએ નાહવાનું વગેરે કામ એક સાથે કરવામાં આવતા હતા.
તેમજ પૂજારીઓની જરુરીયાતને નકારી દીધી. જયોતિબા બ્રાહ્મણ અને પુરોહિ વિના જ લગ્ન પ્રસંગોનો પ્રારંભ કરાવ્યો અને તેને મુંબઈ કોર્ટથી પણ માન્યતા મળી. તેમણે વિધવા પુનર્વિવાહનું સમર્થન આપ્યું અને 1863માં સગર્ભા વિધવાઓ સુરક્ષિત જગ્યાએ બાળકોને જન્મ આપી શકે તે માટે તેમણે પોતાના ઘરના દરવાજા ખુલા રાખ્યાં. અને તેમણે સ્ત્રીઓની મદદ કરવા માટે એક ખાનગી વિધવાશ્રમ પણ સ્થાપ્યો.
શાળા
હિંદુ શાસ્ત્રો મુજબ સ્ત્રીઓને શિક્ષણની મનાઈ હતી. ભારતીય સમાજમાં નીચલી જાતિઓ અને સ્ત્રીઓને ખૂબ જ નુકસાન થયું છે અને આ વર્ગોની મુક્તિ માટે શિક્ષણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેમના મત મુજબ સ્ત્રી શિક્ષિત બનશે તો પરિવાર શિક્ષિત થશે, આ માટે સૌપ્રથમ તેમણે તેમની પત્ની સાવિત્રીબાઈને લખતાં અને વાંચતાં શીખવ્યું અને શિક્ષિત કર્યા. પોતાની પત્નીને ભણાવ્યા પછી 1848માં 1 જાન્યુઆરીના રોજ તેમણે અને તેમની દંપતીએ પુણેમાં લોકોનો વિરોધ હોવા છતાં કન્યાશાળા શરૂ કરી. ભારતની બાલિકાઓ માટેની ભારતની પ્રથમ શાળા હતી. કન્યાઓને શિક્ષણ આપવા માટે કોઈ શિક્ષક તૈયાર થયું નહિ. તેઓ થોડા દિવસો સ્વયં આ કામ કરીને તેમનાં પત્ની સાવિત્રીબાઈને આ યોગ્ય બનાવી દીધાં. સાવિત્રીબાઈએ પોતે શિક્ષકની ભૂમિકા ભજવી હતી. પરંતુ ઉચ્ચ વર્ગના લોકોએ શરૂઆતથી જ તેમના કામમાં બાધા નાખવાના પ્રયત્નો કર્યાં.
જ્યારે જ્યોતિરાવફુલે તેમના કામમાં આગળ વધતા ગયા ત્યારે તેમના પિતાએ જ તેમની કામગીરી ઉપર અંકુશ મૂક્યો, રાવે આ કામગીરી નહિ છોડતા, ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યા. તે પછી તેમણે 3 શાળા સ્થાપી અને પછી કુલ 18 કન્યાશાળાની સ્થાપના કરી હતી.
હૉસ્પિટલ
હૉસ્પિટલની સ્થાપના કરી હતી. દુષ્કાળની પરિસ્થિતિમાં મફત સારવાર આપવી, દુષ્કાળની પરિસ્થિતિમાં રાહત અને મફત ભોજનાલયો શરુ કર્યા. તેમનો (બ્રાહ્મણ વિધવાના) દત્તકપુત્ર યશવંતરાવ એક ડૉક્ટર હતો.
લેખક
તેમણે સાર્વજનિક સત્યધર્મ પુસ્તક, કિસાન કા કોડા, અસ્પૃશ્યોની કેફિયત અને ગુલામગીરી જેવા આલોચનાત્મક ગ્રંથો લખ્યા, દિનબંધુ નામનું સાપ્તાહિક પણ બહાર પાડયું હતું.
ગુલામગીરીમાં ફુલે જણાવે છે કે તેમના જીવનીકારના મત પ્રમાણે આ શાળા નીચલી જાતિની કન્યાઓ માટે હતી. બ્રાહ્મણોએ પોતાના ગ્રંથોનો આશરો લઈને હજારો વર્ષોથી મોટા ભાગના લોકોને હલકી જ્ઞાતીમા જન્મેલા ગણ્યા છે અને તેઓનું શોષણ કર્યું છે, તેઓને તેમના ઘર, જમીન, વસિયતમાંથી વંચિત રાખી તેમને ગુલામ બનાવી દીધા હતાં, માનસિક ગુલામીના બીજ ઉગાડીયા હતા તેમના પાખંડી ગ્રંથોના માધ્યમથી અજ્ઞાની શુદ્દોને ઉપદેશ આપતા રહ્યા જેને કારણે તેમના હ્રદય , મગજમાં બ્રાહ્મણોની પ્રતિ પુન્યબુદ્ધિ ઉત્પન થતી રહે.
આ ગ્રંથો પાછળનો તેમનો હેતુ બ્રાહ્મણવર્ગની અયોગ્ય મંગાણીઓ સામે વ્યવસ્થિત વિરોધ ઉભો કરીને લોકોને જાગૃત કરવાનો હતો. બ્રાહ્મણોની ધાર્મિક માન્યતાની પદ્ધતિનો ત્યાગ માટે તેમણે કહ્યું કે બ્રાહ્મણો તો બહારથી આવેલી આર્ય પ્રજા અને તેમની સંસ્કૃતિના પ્રતિનિધિઓ હતા જ્યારે મરાઠાઓ સહિત બ્રાહણેતર ( Non Brahmin ) જાતિઓની સંસ્કૃતિ આર્યોના આગમન પહેલાંની હતી, પુરાણોમાંથી બલિ રાજાનું દ્રષ્ટાંત આપીને તેમણે લોકો સમક્ષ એવું સાબિત કરવાનો પ્રયત્ન કર્યો કે આર્ય લોકો ભારતની અનાર્ય પ્રજાને દબાવીને વિજયી બન્યા હતા.
મુત્યું
1890માં 28 નવેમ્બરના રોજ મહાન ક્રાંતિકારી સમાજસુધારકનું પક્ષાઘાત ( paralysis, લકવો ) બીમારી અવસ્થામાં જ પૂણેમાં નિધન થયું હતું.
તેમની સમાજ સેવા જોઈને 11 મે 1888ના રોજ મુંબઈના અન્ય એક સમાજ સુધારક વિઠ્ઠલરાવ કૃષ્ણાજી વંદેકરે એક વિશાળ સભામાં તેમને મહાત્મા ની ઉપાધિ આપી સન્માનિત કર્યા હતા.
19 મી સદીના પ્રમુખ સમાજ સેવક માનવામાં આવે છે. ગાંધીજી સાચા મહાત્મા માનતા હતા. ઓબામાને ગુલામગીરી ગ્રંથની ભેટ આપવામાં આવી છે. 1977માં ટપાલ ટિકિટ પર ફુલે આવે છે. ભારતીય મહિલાઓના શિક્ષણ તથા એમના સશક્તિકરણ માટે આજીવન સંઘર્ષ કર્યો. પરંપરાગત વર્ણ પ્રણાલીની બહારના લોકો માટે મરાઠી શબ્દ દલિત (તૂટેલા, કચડાયેલો) રજૂ કરવાનો શ્રેય તેમને આપવામાં આવે છે. 1970 ના દાયકામાં દલિત પેન્થર્સ દ્વારા પરિભાષાને લોકપ્રિય બનાવવામાં આવી હતી.
અન્ય
ભારતના પ્રથમ કાયદા મંત્રી અને બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકર ફુલેના પ્રેરાણાદાતા હતા, બાબાસાહેબ આંબેડકરે ફુલેને તેમના ત્રણ ગુરુઓ પૈકી એક ગુરુ માન્યા હતા.
ફુલેને 1876 માં પૂના પાલિકામાં કમિશનર ( મ્યુનિસિપલ કાઉન્સિલ સભ્ય ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ફૂલે એક વેપારી પણ હતા. તેમની પાસે પૂણેમાં 60 એકર ( 24 હેક્ટર ) જમીન હતી. કેટલાક સમય માટે, તેમણે સરકારના કોન્ટ્રાક્ટર તરીકે કામ કર્યું અને 1870 ના દાયકામાં પુણે નજીક મૂલા-મુથા નદી પર ડેમના નિર્માણ માટે જરૂરી બાંધકામ સામગ્રીની સપ્લાય કરી.
બધા માણસો એક ઈશ્વરનાં સર્જન છે, તો એક જ્ઞાતિએ પોતાની બીજી જ્ઞાતિ કરતા શા માટે ચડિયાતી ગણવી જોઈએ ?
મનુષ્ય માટે સમાજ સેવાથી મોટું કોઈ ધર્મ નથી, આનાથી સારી ઈશ્વર સેવા કોઈ નથી.
દલિત પેન્થર આંદોલન
1972 માં, મહારાષ્ટ્રના બે મુખ્ય શહેરોમાં, દલિત - યુવા દલિત લેખકો અને કવિઓના એક શિક્ષિત જૂથે 'દલિત પેન્થર' નામની એક સંસ્થાની રચના કરી. આંબેડકરવાદ, માર્ક્સવાદ અને નેગ્રો સાહિત્ય દ્વારા પ્રભાવિત, તેઓએ જાતિ-પદ્ધતિના બાકાત ( બાકી રહેલું ) ને નિશાન બનાવ્યું હતું જે તેમના અનુસાર બ્રાહ્મણવાદી હિન્દુ ધર્મ પર આધારિત હતું.
Comments
Post a Comment