There is only one God,
None equals him,
He has no end,
He is present in all living beings.
જીવન
રામ મોહનરાયનો જન્મ હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં 22 મે 1772 બંગાળમાં થયો હતો. નાનપણથી જ તેજ બુદ્ધિ અને વિદ્દોહી તેવર ના હતા. રાજા રામ મોહન રાય ભારતના એક મહાન કેળવણીકાર, વિશુદ્ધ ધર્મ પ્રવર્તક, સમાજસુધારક, નિડર પત્રકાર હતાં. તેમણે બેરિસ્ટર ડિગ્રી મેળવી હતી.
તેમના પિતા રમાકાંત બ્રાહ્મણ ( વૈષ્ણવ ) કુટુંબના હતા, જયારે માતા તારિણી (શક્તિ ) દેવી શૈવ કુટુંબના હતા.
તેમને આધુનિક ભારતના પિતા, આધુનિક ભારતના નિર્માતા, અતીત અને ભવિષ્યના મધ્યસેતુ, આધુનિક ભારતનો પ્રથમ પુરુષ પત્રકારીતાનો અગ્રદૂત, અંતરાષ્ટીયતાનો પૂજારી, ભારતીય પુનરજાગરણ, નવજાગરણ નો અગ્રદૂત, સુધારા આંદોલન નો પ્રવર્તક, આધુનિક ભારતના આધસુધારક, નવા યુગના અગ્રદૂત વગેરે નામથી ઓળખવામાં આવે છે. તેમણે ધર્મમાં રહેલાં દૂષણો દૂર કરવા અનેક પ્રયત્નો કર્યા હતા અને એકેશ્વરવાદનો પ્રચાર કર્યો હતો.
શિક્ષણ
રાજા રામ મોહન રાયનું પ્રારંભિક શિક્ષણ તેમના ગામની નિશાળમાં શરુ થયું હતું. જ્યાં તેઓ બંગાળી, સંસ્કૃત અને ફારસી ભાષાઓનું જ્ઞાન મેળવ્યું. ત્યારબાદ તેઓ મદ્રાસના પટનામાં અરબી અને ફારસી ભાષા શીખ્યા અને ત્યારબાદ તેઓને વેદ અને ઉપનિષદ જેવા સંસ્કૃત અને હિંદુ ગ્રંથો નો અભ્યાસ કરવા માટે બનારસ મોકલવામાં આવ્યા. હિન્દીઓનું ધાર્મિક સાહિત્યનું શિક્ષણ મેળવ્યું. તેમણે હિંદી, સંસ્કૃતક, બંગાળી, ફ્રેન્ચ, જર્મન, ફારસી, અંગેજી, લેટિન, ગ્રીક, હિબ્રુ, અરબી ભાષામાં નિષ્ણાત હતા.
તેમના પિતા રૂઢિચુસ્ત ધાર્મિક માન્યતાઓ ધરાવતા હોવાથી તેમની સાથે ગંભીર મતભેદો થયા, આથી પિતાએ ઘર છોડી જવાનું કહ્યું. ત્યાર બાદ તિબેટ જઈને લામાઓ પાસેથી તેમણે બૌદ્ધ ધર્મ નું જ્ઞાન મેળવ્યુ.
પશ્ચિમના ધર્મ તેમજ સંસ્કૃતના મૂળ શોધવા માટે તે ગ્રીક, લેટિન અને હિબ્રુ ભાષા ભણ્યા હતા તે સમય દરમિયાન તેમણે અંગ્રેજી, ફ્રેન્ચ, લેટિન, ગ્રીક, અને હિબ્રુ ભાસા ઓ ઉપર પ્રભુત્વ મેળવ્યુ. તે સમય દરમિયાન તેમણે દેશ, વિદેશની મુસાફરી કરી હતી.
લગ્ન
રામ મોહન રાયે તેમના જીવનમાં ત્રણ વખત લગ્ન કર્યાં હતા. તેમની પહેલી પત્ની વહેલી મૃત્યુ પામી હતી. તેઓને બે પુત્ર હતા રાધાપ્રસાદ અને 1800 માં બીજી પત્ની દ્વારા રામપ્રસાદ તેમની ત્રીજી પત્ની તેમની સાથે રહી હતી.
કાર્ય
સોળ વર્ષની નાની ઉંમરે હિંદુઓમાં પ્રચલિત મૂર્તિ પૂજાનો સખત વિરોધ કર્યો. વેદોએ મૂર્તિપૂજાને સમર્થન આપેલ નથી તે પૂરવાર કરવા માટે તેમણે 1815 માં બ્રહ્મસૂત્ર નું બંગાળીમાં ભાષાંતર કર્યું અને 1816 માં કેન અને ઇશોષનીષદના બંગાળીમાં અને અંગ્રેજી માં અનુવાદો કરીને પ્રકાશિત કર્યા.
તેમણે ઇસ્લામ ધર્મ માંથી એકેશ્વરવાદિતા( One God ) , સૂફી ધર્મ માંથી રહસ્યવાદ, પશ્ચિમી રાષ્ટ્ર ધર્મ માંથી ઉદારવાદી અને બુદ્ધિવાદ, ઈસાઈ ધર્મ માંથી નીતિશાસ્ત્ર શીખ્યા હતા અને આ બધા ધર્મના સારા ગુણો પકડી ને તેનો પ્રચાર કર્યો હતો.
બ્રહ્મોસમાજ ( આત્મીય સભા )
પોતાના વિચારો ફેલાવવા માટે તેમણે આત્મીય સભા નામે સંસ્થા ( દેવેન્દ્રનાથ સદસ્ય ) સ્થાપી, પાછળથી આ સંસ્થા બ્રહ્મોસમાજ તરીકે પ્રચલિત બની. તેની બેઠક દર અઠવાડિયે ( સાપ્તાહિક ) મળતી. આત્મીય સભાનો ઉદેશ બ્રહ્મની ઉપાસના પૂરતો ન હતો, તે સમાજસુધારણા માટેની પણ સભા હતી. તેમાં મૂર્તિ પૂજા, બાળલગ્નો, બહુપત્ની પ્રથા , અસ્પૃશ્યતા, સામાજિક, ધાર્મિક, સતીપ્રથા જેવા અનેક પ્રશ્નોની ચર્ચાવિચારણા થતી. ધર્મ વીશેના પોતાના વિચારો લોકો સમક્ષ રજૂ કરવા માટે બ્રહ્મોસમાજ તરફથી સંવાદ કૌમુદી નામે બંગાળી સાપ્તાહિક પણ બહાર પાડવામાં આવ્યું. જે ભારતીય પ્રથમ પ્રકાશીત, સંચાલિત, સંપાદિત પત્રિકા હતી. બ્રહ્મો સમાજે વિશેષ કરીને બંગાળમાં સમાજ અને ધર્મ સુધારણાના ક્ષેત્રે મહત્ત્વનો ફાળો આપ્યો. તેમજ બ્રહ્મોસમાજે ભારતમાં ઉદારમતવાદ અને આધુનિકતાંનું વાતાવરણ તૈયાર કર્યુ. ભારતમાં સુધારા લાવવા માટે બ્રહ્મોસમાજે અગત્યનું કામ કર્યું હતું.
અંગ્રેજી ભાષા અને શિક્ષણે ભારતીંય સમાજમાં નવીન ચેતના જાગ્રત કરી. રામમોહનરાય તેના પયગંબર ( માણસ માટે ઈશ્વરનો સંદેશો લઈ આવનાર પવિત્ર પુરુષ ) બન્યાં. અંગ્રેજી શિક્ષણનાં સમર્થ હિમાયતી ( સમર્થક ) હોવાથી તેના અભ્યાસ માટે તેમણે સંસ્થાઓ સ્થાપી અને અન્ય લોકોને જાગ્રત કર્યા. તેમણે દ્રઢ રીતે માનતા કે ભારતનો વિકાસ કરવા માટે પશ્ચિમની કેળવણી અને જ્ઞાનની વિવિધ શાખાઓમાં અભ્યાસની જરૂર છે. લૉર્ડ વિલિયમ બેંટિકનાં સમયમાં તેમના પ્રયાસોથી કલકત્તામાં ડેવિડ હાયરની મદદથી હિન્દુ કોલેજ ની સ્થાપના થઇ. આ કોલેજ પ્રેસિડેન્સી કોલેજ અથવા પ્રેસિડેન્સી યુનિવર્સિટી તરીકે જાણીતી રહી છે.
તેમણે ફારસી ભાષામાં લખેલું પુસ્તક તુહફત ઉલ મૂવહીદી માં મૂર્તિપૂજાનું ખંડન કર્યું. વેદાંતના એકેશ્વરવાદી સમર્થન આપી ને પ્રશંસા કરી. વેદાંતના એકેશ્વરવાદના સિદ્ધાંતોનું શિક્ષણ આપવા માટે 1825 માં વેદાંત કોલેજ સ્થાપી. અને વેદાંત સોસાયટી સ્થાપી. એકેશ્વરવાદનો પ્રચાર કર્યો હતો.
સતીપ્રથા
ભારતમાં, બંગાળ અને બિહારમાં લાબા સમયથી સતી થવાનો રિવાજ બહુ પ્રચલિત હતો. મોગલોંના સમયમાં અકબરે આ પ્રથા ઉપર પ્રતિબંધ મૂકવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેને સફળતા મળી નહી. રાજા રામ મોહન રાયે નાનપણમાં પોતાના ભાઈની ચિતા ઉપર ઇચ્છા વિરુદ્ધ થતું ભાભીનું મૃત્યુ જ્યારેથી જોયેલું ત્યારેથી તેનામાં તીવ્ર સંવેદના એન બૌદ્ધિક વિદ્દોહ ની ભાવનાનો જન્મ થયો. સતીપ્રથા ની વિરુદ્ધ મોટી ઝુંબેશ ચલાવી તેમણે કહ્યું, ધર્મશાસ્ત્રમાં કયાંય પણ સતીપ્રથાનો ઉલ્લેખ જોવા મળતો નથી. અને વ્યાખ્યાનો અને લખાણો દ્રારા બૌદ્ધિક અને ઉદાર બનગાળીઓને જાગ્રત કર્યા. આખરે રામ મોહન રાય ની અથાગ મહેનતે સતી પ્રથા ને નાબૂદ કરવા માટે એક્ટ 17, 4 ડિસેમ્બર 1829 રોજ કાયદો ઘડાયો.
રાજકીય વિચારો
રાજા રામ મોહન રાય પ્રેસની સ્વતંત્રતા ના મહાન હિમાયતી હતા.
1818 માં કામચલાઉ ગવર્નરે સરકારની પરવાનગી વિના છાપાઓ અને સામાયિકોના પ્રકાશન ઉપર અંકુશો મૂક્યા. રાજા રામ મોહન રાયે નવા પ્રેસ નિયમોની સામે ભારતની સર્વોચ્ચ અદાલતમાં અને ઈંગ્લેન્ડના રાજા સમક્ષ અરજી કરી પરંતુ તેનો અસ્વીકાર થયો. છતાં ભારતીય સભ્યતાના વિકાસ માટે આ એક મોટું પગલું હતું, રાજા રામ મોહન રાયના પ્રયત્નો નિષ્ફળ ગયા નહિ. અંતે પ્રેસ અંગેના કાયદામાં સુધારો કરવો પડ્યો. બ્રિટિશ શાસન ભારતના લોકોના હિતમાં છે તેવી માન્યતા ધરાવતા હોવા છતાં આ દેશના લોકોને વહીવટીતંત્રમાં વધારે ભાગીદારી મળવી જોઈએ તેવો તેમનો દ્રઢ અભિપ્રાય હતો.
તેમણે હિન્દુ ઉત્તરાધિકાર, ઇસા કે નીતિ વચન, મીરાતુલ ( ફારસી ), શાંતિ અને ખુશહાલી નો માર્ગ નામના પેપર શરૂ કર્યાં. 1805 થી 1814 સુધી તેમણે ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં રાજકીય આંદોલનકાર તરીકેની ભૂમિકામાં નોકરી કરી.
રાજા રામમોહનરાયના સમાજ સુધારણાનાં કાર્યોથી ખુશ થઇને મુગલ બાદશાહે અકબર બીજાએ 1831માં તેમને રાજા ની ઉપાધિ આપીને પોતાના વકીલ તરીકે પોતાના પેન્શનમાં વધારો કરવા માટે ઇંગ્લેન્ડ મોકલ્યા.
મુત્યું
27 સપ્ટેમ્બર 1833 ના રોજ બ્રિસ્ટલ ઈંગ્લેન્ડ માં ( હરિ કેલી નાટક પંક્તિ ) તેમનું અવસાન થયું હતું. અંગ્રેજી વિચારક તેમને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે માનવીની સંપૂર્ણ સેવામાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું. રામમોહન ને એક અંગ્રેજ અધીકારી દ્વારા રોય ની ઉપાધિ આપી હતી. બ્રિસ્ટલ મુકામે તેમની યાદમાં તેમનું પૂતળું પણ મુકાયું છે.
રાજા રામ મોહન રાયે રાષ્ટ્રસંઘ સંગઠનની કલ્પના સમય પહેલાં કરી હતી. રાજા રામ મોહન રાય માનવજાતીને એક પરિવાર અને વિભિન્ન રાષ્ટ્રો અને જાતિઓને તેની શાખા માને છે. ઈશ્વર એક છે, તે નિર્ગુણ અને નિરાકાર છે અને બધાં ધર્મનો મૂળ આધાર, માન્યતા એક છે.
અન્ય
19 મી સદીમાં હિન્દીઓની ઉન્નતિ માટે થયેલા બધાં આંદોલનનો રાજા રામ મોહન રાયે પાયો નાખ્યો હતો. 19મી સદી માં સામાજિક-ધાર્મિક સુધારણાના આંદોલન ચલાવનાર સંસ્થાઓમાં સૌથી આધુનિક સંસ્થા બ્રહ્મોસમાજ હતી. આજે પણ બ્રહ્મોસમાજ સમાજ સુધારણા માટે કાર્યરત છે.
The One True God
.
Comments
Post a Comment