"People say that they understand what I say and I am simple. I am not simple, I am clear" ભારતને સ્વરાજ્ય શબ્દ સર્વપ્રથમ સ્વામી દયાનંદે આપ્યો. મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતી ભારતના પ્રથમ મહાક્રાંતિકારી સમાજ સુધારક હતા, સ્વામી દયાનંદ લોખંડી પુરુષ હતા એમ કહી શકાય. દયાનંદ સરસ્વતી એક દાર્શનિક તેમજ ધાર્મિક અને સામાજિક ચિંતક હતા અને વેદો તરફ પાછા વળો તેવી તેમની ઉત્કટ (તીવ્ર) ધાર્મિક ભાવના હતી. સ્વામી દયાનંદ સરસ્વતી સંસ્કૃતના પ્રખર પંડિત હતા. દયાનંદ સરસ્વતી એક સંન્યાસી અને મહાન ચિંતક હતા. તેમનો સ્વરાજનો નારો તેમના પછી લોકમાન્ય તિલકે આગળ વધાર્યો. તેમણે વેદોને સૌથી વિશ્વશનીય બતાવ્યા હતા. જીવન ક્રાંતિકારી સમાજસુધારક મહર્ષિ દયાનંદનો જન્મ મહા વદ દસમ, 12 ફેબ્રુઆરી 1824ના રોજ કાઠિયાવાડના મોરબી પાસેના ટંકારા ગામ ગુજરાતના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. દયાનંદ સરસ્વતીનું મૂળ નામ મુળશંકર તિવારી હતું. તેમના પિતાનું નામ અંબાશંકર તિવારી (કરશનજી ત્રિવેદી) અને માતાનું નામ અમૃતબાઈ હતું. દયાનંદ સરસ્વતી બાલ્યકાળમાં શંકર ભગવાનના ભક્ત હતા. તેમના કાકાએ તેમને વેદો નું શિક્ષણ આપ્યું...
Quest of my own path !